માળીયાના બગસરા ગામે પ્રવેશદ્વારનું કામ શરૂ

- text


માળીયા (મી.): તાલુકાના બગસરા ગામે ગામના પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત કરીને કામ શરૂ કરવામાં આવતા ગામ લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

- text

બગસરા ગામે અત્યાર સુધી ગામમાં પ્રવેશ માટેનો એક પણ દ્વાર હતો નહી ત્યારે ગ્રામ પંચાયતની સ્વ ભંડોળ યોજના તથા બગસરા ગામના દાતાઓના સહયોગથી ગામના પ્રવેશદ્વારનું કામ શરૂ કરાયું છે. ગામમાં મુખ્ય પ્રવેશદ્વારનું કામ શરૂ થતાં ગામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે. આ સાથે જ ગામમાં 600 ફૂટ પેવર બ્લોકનું કામ પણ કરવામાં આવ્યું છે.

- text