વાંકાનેરના તીથવા ગામે 1000 ગાયોને ઘાસચારો નાંખી 40 વર્ષની પરંપરા નિભાવી

- text


વાકાનેર: વાંકાનેર તાલુકાના તીથવા ગામે મકરસંક્રાંતિ નિમિત્તે સમસ્ત તીથવા ગામ દ્વારા ગાયોને ધાસચારો નાખવાની લગભગ 35-40 વર્ષા જૂની પરંપરા આજે પણ યથાવત રાખવામાં આવી છે.

આ પરંપરાને આગળ વધારતા તીથવા ગ્રામજનોએ ગઈકાલે ઉત્તરાયણ પર્વ નિમિત્તે 1 હજાર ગાયોને ધાસચારો નાખવામાં આવ્યો હતો. વર્ષોથી ચાલી આવતી પરંપરાને યથાવત રાખીને 14 અને 15 જાન્યુઆરી એમ બે દિવસ ધાસચારો નાખવામાં આવે છે.

આ કાર્ય પૂર્ણ કરવા માટે અને વર્ષો જૂની પરંપરા યથાવત રાખવા માટે પરબત વાલાભાઈ લાવા, મહેન્દ્રભાઈ ધરમશીભાઈ ખોરજા, ઝાલાભાઈ સામતભાઈ સાટકા, રામાભાઈ સામતભાઈ ફાગલિયા, ભરતભાઈ મચ્છાભાઈ ફાગલિયા વગેરે યુવાનોએ જહેમત ઊઠાવી હતી.

- text

- text