સાપર ગામના યુવા ગ્રુપે વિવિધ સેવાકાર્યો કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી

- text


મોરબી: ગઈકાલે ઉત્તરાયણ નિમિત્તે દાન-પૂણ્યનું વિશેષ મહત્વ હોય છે ત્યારે સાપર ગામના યુવા ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય કર્યો કરીને ઉત્તરાયણના તહેવારની ઉજવણી સાર્થક કરી હતી.

સાપર ગામમાં ગામના યુવા સરપંચ જાડેજા રવિરાજસિંહ હરદેવસિંહ, ઉપસરપંચ જાડેજા શિવરાજસિંહ મંગળસિંહ, સભ્ય જાડેજા હરપાલસિંહ કિરીટસિંહ, જાડેજા જયદીપસિંહ કરણસિંહ, જાડેજા યોગરાજસિંહ ઘનશ્યામસિંહ, જાડેજા ઇન્દ્રસિંહ અનુભા તેમજ જાડેજા લકીરાજસિંહ ઇન્દ્રસિંહ, જાડેજા સંદિપસિંહ પૃથ્વીરાજસિંહ દ્વારા સાપર ગામના જરૂરિયાતમંદ 150 જેટલા પરિવારને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ 200 મણ ચારો ગૌમાતાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાપર પ્રાથમિક શાળામાં તમામ બાળકોને 700 થી 800 પતંગનું વિતરણ કરી બાળ-માનવ હોય કે પશુઓના મુખ પર સ્મિત લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આમ યુવાનો દ્વારા પ્રેરણાદાયી કાર્ય કરી બધાને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text

- text