લક્ષ્મીવાસ ગામે મંત્રી બાવળીયા અને ધારાસભ્ય અમૃતિયાનું સન્માન કરાયું

- text


માળીયા (મી.): આજ રોજ માળીયા (મી.) તાલુકાના લક્ષ્મીવાસ ગામે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના સન્માન સમારોહ તેમજ અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માળીયા તાલુકાના તેમજ મોરબી જિલ્લાના ભાજપના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે કુંવરજીભાઈ બાવળીયા અને કાંતિભાઈ અમૃતિયાનું બાળાઓએ સામૈયા કર્યા હતા. અને ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દરેક સરપંચ તેમજ આગેવાનોએ ગામોના પાણી પુરવઠાને લગતા તેમજ સિંચાઈને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. આ પ્રશ્નોના નિકાલ માટે સ્થળ પર અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી.

- text

- text