માળીયાના વેજલપર અને ખાખરેચીમાં બે યુવાન 4 બોટલ દારૂ સાથે પકડાયા

- text


માળીયા : માળીયા તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વેજલપર અને ખાખરેચી ગામેથી બે યુવાનને વિદેશી દારૂની ચાર બોટલ અને બે મોબાઈલ ફોન સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વેજલપર ગામેથી રોનક હિતેશભાઈ ગૌસ્વામી નામના યુવાનને વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 1125 તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 મળી કુલ 6125ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

- text

જ્યારે બીજા કિસ્સામાં પોલીસે ખાખરેચી ગામે રેલવે ફાટક પાસેથી પૃથ્વીરાજસિંહ સંજયસિંહ રાઠોડને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 મળી કુલ રૂ.5300ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text