ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા ઉતરાયણ નિમિત્તે બાળકોને પતંગ-દોરીનું વિતરણ કર્યું

- text


દર વર્ષની માફક આ વર્ષે પણ ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી બાળકોમાં ખુશી વહેંચી

હળવદ : ઉતરાણ પર્વને હવે કલાકો બાકી રહી છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ દાતાઓના સહયોગથી હળવદના ફ્રેન્ડસ સેવા યુવા ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાંના બાળકોને પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉતરાયણનો પર્વ ઝૂંપડામાં રહેતા બાળકો પણ ઉજવી શકે તેવા ઉમદા હેતુ સાથે ફ્રેન્ડસ સેવા યુવા ગ્રુપ દ્વારા અલ્પેશભાઈ ઉર્ફે અપુ ભરવાડ,અક્ષય ભાઈ સોનગરા,પંકજભાઈ કાસુન્દ્રા, કલ્પેશભાઈ સોની,મેહુલભાઈ સોનગરા ના સહયોગથી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોને ફીરકી-પતંગ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text