માણેકવાડા ગામે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભલગામડાની ટીમ ચેમ્પિયન બની 

- text


શ્રી ધાયડીવાળા મેલડી માં મંડળ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું

હળવદ : હળવદ તાલુકાના માણેકવાડા ગામે આવેલ શ્રી ધાયડી વાળા મેલડી માં મંડળ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ-2023 નું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદી જુદી 28 ટીમોએ ભાગ લીધો હતો જેમાં વિજેતા ટીમને પુરસ્કાર રૂપે ટ્રોફી અને કપ તેમજ 5555 રૂપિયા આપવામાં આવ્યા હતા.

હળવદ તાલુકાના માણેકવાડા ગામે યોજાયેલ ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાની કુલ 28 ટીમોએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટ 13 દિવસ ચાલી હતી અને આજે આખરે ફાઇનલ મેચ યોજાઇ હતી જેમાં ફાઇનલમાં ભલગામડા ઇલેવન અને જાંબુડીયા ઇલેવન ટીમ સામસામે ટકરાઈ હતી જેમાં ભારે રસાકસી વચ્ચે ભલગામડા ઇલેવન ટીમે જાંબુડીયા ઇલેવનને હરાવી વિજેતા બની હતી.

- text

વિજેતા ટીમને ટ્રોફી-કપ અને રૂપિયા 5555 પુરસ્કાર રૂપે આપવામાં આવ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા શ્રી ધાયડી વાળા મેલડી માં મંડળના હકાજી ઠાકોર,ગોપાલભાઈ રાવા,શેલાભાઈ રાવા,ગગજીભાઈ ઠાકોર,નિલેશભાઈ ઠાકોર,હિરેનભાઈ રાવા,રામજીભાઈ ઠાકોર,પ્રવીણભાઈ ઠાકોર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

- text