કેશવ કો. ઓપ. ક્રેડિટ સોસા.લી.ની મોરબી શાખા ખાતે સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી 

- text


મોરબી: કેશવ કો. ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી, જૂનાગઢની મોરબી શાખા ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ગઈકાલે તારીખ 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે પટેલ શોપિંગ સેન્ટરમાં આવેલી કેશવ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી. મોરબી શાખા ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચેરમેન ડી.એમ. બાવરવા, વાઈસ ચેરમેન રમેશભાઈ પંડ્યા, ડિરેક્ટર હરીશભાઈ શેઠ તથા કર્મચારીગણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ચેરમેન ડી.એમ. બાવરવા અને વાઇસ ચેરમેન રમેશભાઈ પંડ્યાનું વિશેષ માર્ગદર્શન મળ્યું હતું.

- text

- text