હળવદના રાવળદેવ સમાજના સ્મશાનમાં સુવિધા પૂરી પાડવા રજુઆત

- text


સ્મશાનમાં ફરતે કંપાઉન્ડ વોલ બનાવવા, આવવા જવાનો રસ્તો બનવવા, બેસવા માટે બાંકડા, પાણી અને મેદાનને ચોખ્ખું કરી આપવા માંગ

હળવદ : હળવદમાં આવેલ સમસ્ત રાવળદેવ સમાજના સ્મશાનમાં જરૂરી સુવિધાના અભાવે હાલાકી પડી રહી હોવાની રાવ સાથે હળવદ પાલિકાના ચીફ ઓફીસરને રજુઆત કરી સ્મશાનમાં ફરતે કંપાઉન્ડ વોલ બનાવવા, આવવા જવાનો રસ્તો બનવવા, બેસવા માટે બાંકડા, પાણી અને મેદાનને ચોખ્ખું કરી આપવા માંગ કરી છે.

- text

હળવદના સમસ્ત રાવળદેવ સમાજ દ્વારા હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી કે, હળવદ શહેરમાં આવેલ રાવળદેવ સમાજના સ્મશાનમાં જરૂરી સુવિધાઓનો અભાવ છે. આથી આ સ્મશાનમાં ફરતે કંપાઉન્ડ વોલ બનાવવા, સ્મશાનમાં આવવા જવાનો રસ્તો બનવવા, બેસવા માટે બાંકડા, પાણી અને સ્મશાનના મેદાનમાં બાવળ ઊગી નિકળા હોવાથી આ મેદાનની જૅસીબીથી ચોખ્ખું કરી આપવા, સ્મશાનમાં વિજપોલ ઉભા કરી સ્ટ્રીટ લાઈટ મુકવા, પાણી માટે જરૂરી પાઇપલાઇન નાખવાની માંગ ઉઠાવી છે.

- text