હળવદમાં યુવાનને પોલીસે દારૂના કેસમાં ફિટ કરી માર મારવા અંગે મામલતદારને આવેદન 

- text


રાત્રીના વાડીએ સુતેલા યુવાનને વગર વાંકે રાજકીય ઈશારે માર મરાયાનો આરોપ 

હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ ગામના યુવાનને હળવદ પોલીસ મથકના ત્રણ કર્મચારીઓ દ્વારા ખોટી રીતે દારૂના કેસમાં ફિટ કરી માર માર્યો હોવાના આરોપ સાથે આજે સમાજના આગેવાનોએ હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવી ન્યાય આપવા માંગ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના અજીતગઢ ગામના મહેશ બાબુભાઇ કુરિયા નામના યુવાનને ગત તા.1 જાન્યુઆરીના રોજ પોતાની વાડીએ હતો ત્યારે હળવદ પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મચારીઓએ વાડીમાં દારૂ ન હોવા છતાં દારૂનો ખોટો કેસ કરી ઢોર માર મારી ખોટા કેસમાં ફિટ કરવાની સાથે ચૂંટણીમાં કોને મત આપ્યો તેવું પૂછી સિતમ ગુજાર્યો હોવાનો હળવદ ચુવાળિયા કોળી સમાજના આગેવાનોએ આરોપ લગાવી આજે હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવી ન્યાય આપવા માંગ કરી હતી અને જો જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

- text

હળવદમાં પોલીસ દમન મામલે આજે ચુવાળિયા કોળી સમાજના આગેવાનોમાં અગ્રણી છત્રસિંહ ગુંજારીયા, ભરતભાઈ ગણેશીયા, જીતેન્દ્ર કુમાર રાઠોડ, પ્રહલાદજી ઠાકોર સહિતના આગેવાનો સાથે રહ્યા હતા.

- text