મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા અંતાક્ષરી યોજાઈ 

- text


મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા મોરબીના પરશુરામ ધામ ખાતે અંતાક્ષરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મહિલાઓ માટે આયોજિત આ અંતાક્ષરી સ્પર્ધામાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ નીલાબેન પંડિત, મંત્રી શીતલબેન દવે, પ્રોજેક્ટ મંત્રી ચેતનાબેન જોશી, જિલ્લા પ્રમુખ કિરણબેન ઠાકર, સહિતના તમામ બહેનોએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સાથે જ પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા અને તેઓની ટીમનો પણ સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત હીનાબેન, ભાવનાબેન, પારુલબેન, નિશાબેન, પ્રવિણાબેન, જયશ્રીબેન, માજી પ્રમુખ, ગીતાબેન, મીનાબેન, નિમિષાબેન અને અરુણાબેન સહિતના મહિલાઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતાક્ષરીના જજ અને ભાગ લેનાર તમામ બહેનોનો સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિજેતાઓને ગિફ્ટ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

- text

- text