વાંકાનેરમાં ઘરમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો 

- text


વાંકાનેર સીટી પોલીસે ગાયત્રીનગરમાં દરોડો પાડી રૂ.74, 620ના મુદ્દમાલ સાથે એકને ઝડપી લીધો 

વાંકાનેર : વાંકાનેરમાં ઘરમાં જ દારૂની દુકાન ચાલુ કરી બિયર અને દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે ગાયત્રીનગરમાં દરોડો પડી એક ઈસમને રૂપિયા 74,620ના મુદામાલ સાથે ઝડપી લઈ આ ગોરખધંધામાં સામેલ અન્ય બે શખ્સને ફરાર દર્શાવી ત્રણ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ ભવાનસિંહ પરમાર અને કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલાને બાતમી મળી હતી કે વાંકાનેર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં હાર્દિકસિંહ ઘનશ્યામસિંહ જાડેજા પોતાના ઘેર દારૂ – બિયરનું વેચાણ કરે છે, જે બાતમીને આધારે દરોડો પાડતા હાર્દિકસિંહ ઘનશ્યામસિંહ જાડેજાના કબ્જામાથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 159 બોટલ અને બિયર ટીન 104 મળી કુલ રૂપિયા 74,620નો મુદામાલ મળી આવ્યો હતો.

- text

વધુમાં આરોપીની પ્રાથમિક પૂછતાછમાં દારૂના આ ગોરખધંધામાં મહાવીરસિંહ નટુભા જાડેજા અને એક અજાણ્યા ઈસમની સંડોવણી હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text