રોડ ઉપર દારૂની રેલમછેલ : મોરબી નજીક વિદેશી દારૂ ભરેલી ઇકો પલ્ટી મારી

- text


 

લોકોના ટોળા એકત્ર થયા, રોડ ઉપર દારૂની બોટલો જોઈને લોકોમાં કુતૂહલ

મોરબી : મોરબી નજીક વિદેશી દારૂ ભરેલી ઇકો કાર પલ્ટી મારી જતા રોડ ઉપર દારૂની રેલમછેલ થઇ હતી. આ વેળાએ લોકોના ટોળા એકત્ર થઇ જતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.

મોરબી હળવદ રોડ ઉપર નીચી માંડલ પાસે આજે રાત્રીના સમયે જીજે 13 એએમ 6047 નંબરની ઇકો કાર કોઈ કારણસર પલ્ટી મારી ગઈ હતી. જેમાં ઇકો કાર રોડ નજીકના ખાડામાં ઉતરી ગઈ હતી. કારમાં મોટા પ્રમાણમાં નુકસાની થઇ હતી. આ કારમાં વિદેશી દારૂની બોટલો ભરી હોય, આજુબાજુની જગ્યામાં બોટલો રઝળતી જોવા મળી હતી.

અકસ્માત સર્જાતા ઇકો ચાલકને ઈજાઓ પહોંચી હતી. જે બેભાન હાલતમાં જોવા મળ્યો હતો. તેને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વધુમાં અકસ્માતને પગલે લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પણ આજુબાજુ દારૂની બોટલો જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

- text

- text