મોરબીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાના જથ્થા સાથે એક ઝડપાયો

- text


મોરબી : ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ અને વપરાશ થાય છે. જેની સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબીમાં આજે પોલીસે એક શખ્સને ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફે શનાળામાં લાઇન્સનગર પાસે આવેલ ખોજા સોસાયટી પાસે પેટ્રોલિંગ દરમિયાન કરણભાઈ બાબુભાઇ પનસારાને પ્રતિબંધીત ચાઈનીઝ દોરાની રૂ. 10 હજારની કિંમતની 50 ફીરકી સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text