સ્કાય મોલમાં 7મીથી સ્વયંવર પ્રિમિયમ જવેલરી શો : 10 ખ્યાતનામ જવેલર્સના આભુષણો એક જ સ્થળે

હેરિટેજ,પોલકી, રિયલ ડાયમંડ, હેવી, બ્રાઇડલ જવેલરી, ટેમ્પલ, જડાઉ, પ્રિમિયમ એન્ટિક ડિઝાઇન અને રૂટીન વીયર સહિતની અનેક વેરાયટીની જવેલરી મળશે

બે દિવસનું ભવ્ય એક્ઝિબિશન : એકથી એક ચડિયાતું કલેક્શન સૌના મન મોહી લેશે : મુલાકાત અવશ્ય લેવા જેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સ્કાય મોલમાં 7મીથી બે દિવસના સ્વયંવર પ્રિમિયમ જવેલરી શોનું આયોજન કરવાના આવ્યું છે. જેમાં એકથી એક ચડિયાતું કલેક્શન સૌના મન મોહી લેશે. તો એક વખત આ એક્ઝિબિશનની મુલાકાત જરૂર લેજો.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સ્કાય મોલ ખાતે નમસ્તે ઇન્ડિયા ઇવેન્ટ દ્વારા તા.7 અને 8ના રોજ સ્વયંવર પ્રિમિયમ જવેલરી શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 11થી સાંજે 7:30 સુધીનો છે. આ એક્ઝિબિશનમાં સી.મનસુખલાલ જવેલર્સ, કલામંદિર જવેલર્સ, કે.એમ.ચોકસી જવેલર્સ, પંચરત્ન જવેલર્સ, શ્રી ગુરૂ અલંકાર, ઝીંઝુવાડિયા જવેલર્સ સહિતના 10 ખ્યાતનામ જવેલર્સના સ્ટોલ હશે.

અહીં હેરિટેજ,પોલકી, રિયલ ડાયમંડ, હેવી, બ્રાઇડલ જવેલરી, ટેમ્પલ, જડાઉ, પ્રિમિયમ એન્ટિક ડિઝાઇન અને રૂટીન વીયર સહિતની અનેક વેરાયટીની જવેલરી હશે. નમસ્તે ઇન્ડિયા ઇવેન્ટ દ્વારા અત્યાર સુધીમાં અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, કતારગામ, મહેસાણા સહિતના શહેરોમાં અનેક એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવ્યા છે. મોરબીના આંગણે ચોથી વખત આ એક્ઝિબિશન યોજાવા જઇ રહ્યું છે. તો જરૂરથી પધારજો.

વધુ વિગત માટે
9638711633