ચરાડવામા દેશી રમતોત્સવ : ‘આયા હૈ મુજે ફિર યાદ વો ગુજરા જમાના બચપન કા’

- text


 

શ્રી સિધ્ધનાથ યુવા ગ્રુપ અને સતવારા સમાજ દ્વારા રમતોત્સવનું આયોજન કરાયું : 400 બાળકોએ ભાગ લીધો

હળવદ : આજના આધુનિક યુગમાં આપણા બાળકોનું બાળપણ મોબાઈલ,ટી.વી.,વિડીયો ગેમ અને ઇન્ટરનેટમાં જ કેદ થઇ ખોવાઇ ગયું છે ત્યારે પહેલાનાં જમાનામાં રમવામાં આવતી દેશી રમતો પણ સમયની થપાટ વચ્ચે વિસરાઇ ગઇ છે.ત્યારે આજે હળવદ તાલુકાના ચરાડવા ગામે શ્રી સિધ્ધનાથ યુવા ગ્રુપ તથા સતવારા સમાજ દ્વારા ભારતીય સંસ્કૃતિની વિસરાતી રમતોને સજીવન કરવા માટે યુવા પેઢી માટે દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 400 બાળકોએ ભાગ લીધો હતો.

ચરાડવા ગામે યોજાયેલ રમતોત્સવમાં ખાસ કરીને આજના સમયમાં વિસરાયેલી જૂની દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દોડ, ઉંચીકૂદ,લાંબી કુદ,લીંબુ ચમચી, જલેબી રેસ,ઈટ બદલ જેવી જુદી-જુદી રમતોમા સતવારા સમાજના 400 થી વધારે બાળકોએ ભાગ લીધો હતો અને ઉત્સાહભેર દરેક રમત બાળકો રમ્યા હતા. આતકે મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગરા, રમેશભાઈ,રણછોડભાઈ,બળદેવભાઈ, ઘનશ્યામભાઈ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શ્રી સિધ્ધનાથ યુવા ગ્રુપ દ્વારા રમતોત્સવને સફળ બનાવ્યો હતો.

- text

- text