મોરબીમાં દારૂની બાટલી લઈને નીકળેલો યુવાન પોલીસને જોઈ બાઈક મૂકી છનનન

- text


મોરબી : થર્ટી ફર્સ્ટને લઈ મોરબી પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે પંચાસર રોડ ઉપર દારૂની બાટલી લઈને નીકળેલો યુવાન પોલીસને જોઈ બાઈક અને દારૂની બાટલી રેઢી મૂકી નાસી છૂટ્યો હતો.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર મામદેવ મંદિર નજીક સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવતું હતું ત્યારે બાઈક ચાલક દિવ્યેશ ઉર્ફે મુનો ગણેશભાઈ પટેલ, રહે.ખોડિયાર પાર્ક, વાવડી રોડ વાળો બાઈક અને દારૂની એક બોટલ રેઢી મૂકી નાસી છૂટતા પોલીસે 20 હજારની કિંમતનું પલ્સર બાઈક અને 375 રૂપિયાની દારૂની બોટલ મળી કુલ રૂપિયા 20,375નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text