ડ્રોન બનાવતા શીખવું છે ? જોડાઈ જાવ મોરબી આઈટીઆઈમા

- text


ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને એસમ્બ્લી ટેકનીશ્યન વ્યવસાય કોર્સમાં પ્રવેશ માટે અરજી કરી શકાશે

મોરબી : શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી આઈ.ટી.આઈ. ખાતે MBKVY યોજના અંતર્ગત KSU ના ડ્રોન ટેક્નોલોજીના ટુંકાગાળાના વ્યવસાય શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત સરકારી આઈ.ટી.આ.-મોરબી ખાતે ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલી ટેક્નિશયનનો વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. જે વ્યવસાયનો તાલીમનો સમય ગાળો ૩૯૦ કલાક છે.

આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત ધો-૧૦ + ૨ વર્ષનો અનુભવ અથવા ધો-૧૨ + ૬ મહિનાનો અનુભવ અથવા ૨ વર્ષ ITI ( ધો-૧૦ પછી ) અથવા 3 વર્ષ એન્જી. ડિપ્લોમા ( ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ/ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ), ધો-૧૦ પછી અથવા NSQF લેવલ-3નો કોર્સ ઇલેક્ટ્રિકલ /ઇલેક્ટ્રોનિક્સ /ઇન્સ્ટ્રુમેન્ટેશન/મિકેનિકલ ડોમેનમાં તથા બે વર્ષનો અનુભવ અને ઉમેદવારની ઉમર ૧૮ વર્ષ હોવી જોઈએ આઈ.ટી.આઈ મોરબી ખાતે ઉપરોક્ત કોર્ષમા પ્રવેશ મેળવવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રકીયા શરૂ કરી દેવામાં આવી છે.

- text

ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમ્યાન આઈ.ટી.આઈ. મોરબીનો રૂબરૂ સંપર્ક કરવો. જે ઉમેદવારો ટુકા સમયમાં રોજગારી / સ્વરોજગારી મેળવવા ઈચ્છુક છે તેઓને ઉપરોક્ત વ્યવસાયમાં તાલીમ લેવા ખાસ અનુરોધ કરવામા આવે છે. જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારે પોતાના નીચે મુજબના જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે લાવવાની રહેશે.

(૧) શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર (૨) છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટ (વ્યવસાયની પ્રવેશ શૈક્ષણીક લાયકાત અનુસાર ) (૩) જાતીનુ પ્રમાણપત્ર ( ૪) BPL કાર્ડ ( જો લાગુ પડતું હોય તો ) ( ૫ ) આધારકાર્ડની નકલ ( ૬) શૈક્ષણીક લાયકાત અનુરૂપ અનુભવનું સર્ટીફીકેટ વધુ માહિતી માટે ૯૭૨૩૧૦૭૪૭૨, ૮૩૨૦૧૬૯૫૯૯ નંબર પર સંપર્ક કરવા ઔધોગીક તાલીમ સંસ્થા-મોરબીના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

- text