પ્રધાનમંત્રીના માતૃશ્રી હીરાબાને મોરબીના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પી

- text


ધારાસભ્ય કાંતિભાઈ, પ્રકાશ વરમોરા સહિતના આગેવાનો અને રામધન આશ્રમના મહંત દ્વારા હીરાબાને શ્રધાંજલિ આપી, પૂર્વ મંત્રી મેરજા સ્મશાનયાત્રામાં જોડાયા

મોરબી : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાનું જૈફ વયે અવસાન થતાં ગાંધીનગર ખાતે તેમની સ્મશાન યાત્રામાં જોડાઈ પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ ભાવભીની ભાવાંજલી અર્પી હતી આ સાથે જ રામધન આશ્રમના મહંત, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશ વરમોરા સહિતના આગેવાનોએ પણ હીરાબાને શ્રધાંજલિ આપી હતી.

સદ્દગત હીરાબાના ગાંધીનગરમાં અગ્નિ સંસ્કારમાં ઉપસ્થિત પ્રાધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મંત્રી મંડળના સભ્યો, જાહેર આગેવાનો સાથે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા પણ ઉપસ્થિત રહી સદ્દગત હીરાબાના સ્મરણો વાગોળ્યા હતા. હીરાબાના પુત્ર પંકજભાઈ મોદી સાથે વર્ષોથી અંગત મિત્રતાને કારણે બ્રિજેશ મેરજા વડનગર તેમજ રાયસણ સ્થિત તેમના નિવાસ સ્થાને અનેક વખત માતૃશ્રી હીરાબાને મળીને તેમના આર્શિવાદનો લ્હાવો પણ લીધો હતો. આ સાથે જ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશ વરમોરા સહિતના આગેવાનોએ પણ હીરાબાને શ્રધાંજલિ આપી હતી.

- text

પ્રધાનમંત્રી મોદીના પરિવાર પરત્વે સંવેદના વ્યક્ત કરતાં પૂર્વ મંત્રીએ જણાવ્યુ હતું કે માતૃશ્રી હીરાબાએ નરેન્દ્રભાઈના ઉછેરમાં રાષ્ટ્ર ભાવનાનાં સંસ્કારના બીજ રોપ્યા હતા. જે નરેન્દ્રભાઈ મોદીએ દૈદીપ્યમાન કરી દેશના રાહબર તરીકે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ માતાના આ સુસંસ્કારોને ચરિતાર્થ કરી રહ્યા છે. આમ, હીરાબા એક ગ્રામ્ય માતા તરીકે ૧૦૦ વર્ષ જેટલું દીર્ઘાયુ ભોગવીને દેવલોક પામ્યા છે ત્યારે બ્રિજેશ મેરજા સ્મશાનમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.

- text