નેશનલ એકેડમી ઓફ મોરબી સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી સાયન્સ સિટીની મુલાકાત

- text


 

મોરબીઃ નેશનલ એકેડમી ઓફ મોરબી અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના સિદ્ધાંતોને જાણે, સમજે અને પ્રેક્ટિકલ નોલેજ પ્રાપ્ત કરે એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સ્કૂલના ધો 1થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અમદાવાદના સાયન્સ સિટીની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

તારીખ 29 ડિસેમ્બર ને ગુરુવારના રોજ સ્કૂલના વિદ્યાર્થીઓએ અમદાવાદના સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. જેમાં એકવાટીક ગેલેરીની મુલાકાત દરમિયાન વિવિધ પ્રકારના જળચર જીવો, તેનું અસ્તિત્વ, તેનું આયુષ્ય, તેનો ખોરાક વગેરેની માહિતી મેળવી હતી. તદુપરાંત રોબોટીક્સ ગેલેરીમાં પણ વિવિધ જાતના રોબોટ નિહાળ્યા હતા. જેમાં રોબોટ દ્વારા કઈ રીતે આગામી સમયમાં સર્જરી થઇ શકશે અને મેડીકલ ક્ષેત્રે ક્રાંતિ સર્જી શકાય છે, તે નિહાળ્યું હતું. ત્યાર બાદ, ખેતી ક્ષેત્રે, ઘરના કામકાજમાં કઈ રીતે રોબોટ કાર્ય કરી શકે તે અંગે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.

- text

- text