વાંકાનેરમાં 5મીએ આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળો યોજાશે

- text


 

 

વાંકાનેર : વાંકાનેર ખાતે નવા વર્ષના પ્રારંભે જ આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની મુલાકાત લઈ આયુર્વેદ સાથે નૂતન વર્ષનો પ્રારંભ કરી જીવનને આરોગ્યપ્રદ અને સુખમય બનવવા અપીલ કરાઈ છે.

આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના સંકલન તથા જિલ્લા વિકાસ અધિકારી-મોરબીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્રારા ૦૫/૦૧/૨૦૨૩ના રોજ પટેલ સમાજની વાડી, મીલ પ્લોટ ફાટક પાસે, રેલ્વે સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

- text

આ આયુષ મેળામાં તમામ રોગો માટે આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પ, તમામ રોગો માટે હોમીયોપથીક નિદાન-સારવાર કેમ્પ, વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર પ્રદર્શન, દિનચર્યા, ઋતુચર્યા, વિરૂધ્ધ આહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓની સમજ આપતુ પ્રદર્શન, ૦ થી ૧૨ વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવા, હરસ, મસા, ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર, સાંધાના દુ:ખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા, સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદ પીણુ – “હર્બલ ડ્રીંક”નુ વિતરણ, ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા તથા સંશમની વટી, આર્સેનિક આલ્બમનું વિતરણ વગેરે પ્રવૃતિઓ કરવામાં આવનાર છે તેવું જિલ્લા આયુર્વેદ અધિકારી, મોરબીના વૈદ્ય પ્રવિણ વડાવિયાની યાદીમાં જણાવાયું છે.

- text