મોરબીની ભાગોળે કમ્ફર્ટ રિસોર્ટનો શાનદાર પ્રારંભ : થર્ટી ફર્સ્ટની ધમાકેદાર ઓફર્સ, માત્ર 349માં સ્પે. બુફે ડિનર

 

 

● વિરપર નજીક મોરબી-રાજકોટ હાઇવે ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષાનું ભવ્ય રિસોર્ટ : વિકએન્ડમાં પરિવાર સાથે આનંદ માણવાની શ્રેષ્ઠ જગ્યા: આકર્ષક રૂમ, જિમ, સ્વિમિંગ પુલ, કાફે સહિતની અનેક સવલત
● મલ્ટીક્યુઝીન રેસ્ટોરન્ટમાં ટેસ્ટી અને હેલ્થી લંચ તથા ડિનર : 2 વિશાળ પાર્ટી પ્લોટ, બેંકવેટ હોલ કોઈપણ પ્રસંગ માટેનું બેસ્ટ લોકેશન

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ભાગોળે આંતરાષ્ટ્રીય કક્ષાના કમ્ફર્ટ રિસોર્ટનો શાનદાર પ્રારંભ થયો છે. અહીં ખાસ થર્ટી ફર્સ્ટની ઑફર રાખવામાં આવી છે. જેમાં થર્ટી ફર્સ્ટનું સ્પે.ડિનર માત્ર રૂ. 349માં મળશે. તો 2022ને બાય બાય અને 2023ને વેલકમ કરવા અહીં જરૂર પધારજો.

મોરબી- રાજકોટ હાઇવે ઉપર વિરપર નજીક કમ્ફર્ટ રિસોર્ટ શરૂ થયું છે. આ રિસોર્ટ જિમ, સ્વિમિંગ પુલ, મલ્ટીક્યુઝીન રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, બુફે રેસ્ટોરન્ટ, કાફે, પાર્ટી લોન્સ સહિતની અનેક સવલતો ધરાવે છે. અહીં એક્ઝિક્યુટિવ, ગ્રાન્ડ એક્ઝિક્યુટિવ અને સ્યુટ એમ ત્રણ કેટેગરીમાં 30 જેટલા રૂમ છે. અહીં લોકો વિકેન્ડમાં પરિવાર સાથે આવી આનંદ માણી શકે છે.

આ ઉપરાંત અહીં બે પાર્ટી લોન્સ છે. જેમાં એક પાર્ટી લોન્સની કેપેસિટી 1000 લોકોની છે. અને બીજા પાર્ટી લોન્સની કેપેસિટી 3000 લોકોની છે, તેમજ બેંકવેટ હોલમાં 300 લોકોની કેપેસિટી છે આમ લગ્ન હોય કે સગાઈ,જન્મદિવસ હોય કે એનિવર્સરી કે પછી કીટ્ટી પાર્ટી અથવા બીઝનેસ કોન્ફરન્સ અહીં તમામ ઇવેન્ટને ચાર ચાંદ લગાવી દેવામાં આવશે.

વધુમાં અહીં મલ્ટીક્યુઝીન રેસ્ટોરન્ટમાં દરરોજ ચટાકેદાર અને ગુણવત્તાયુક્ત લંચ અને ડિનર મળે છે. અહીં અનુભવી શેફ દ્વારા હાઇજેનિક રીતે તમામ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. તો એક વખત અહીં જરૂર પધારો.

Booking & Inquiry
99096 67899