ટંકારા નજીક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો

- text


 

ટંકારા : રાજકોટ- મોરબી હાઇવે રોડ પર આવેલી ખજુરા હોટલ સામેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે જાણ થતાં ટંકારા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ આદરી છે.

- text

પોલીસ દ્વારા મૃતદેહને ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ યુવકનું હાર્ટએટેકને કારણે મોત થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.જોકે મરણ જનારની ઓળખ થઈ શકી નથી. મૃતકની ઉમર અંદાજે 35 વર્ષની આસપાસ છે જમણા હાથમાં દિલ અને બાજુમાં મોરનું ટેટુ ત્રોફાવેલુ છે ટંકારા પોલીસે સબંધીની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. જો યુવકની ઓળખ અંગે કોઈને માહિતી હોય તો ટંકારા પોલીસ મથકે અથવા 99094 46556 નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

- text