મોરબી જિલ્લાના 13 સ્થળોએ કાલે શનિવારે વેકસીનેશન

- text


 

મોરબી : મોરબી જિલ્લાના 13 સ્થળોએ આવતીકાલે શનિવારે વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે આરોગ્ય તંત્રએ 1050 જેટલા કોવેકસીનના ડોઝ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

- text

મોરબી તાલુકામાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે 400, ઘુટુ પીએચસી ખાતે 30, ગોકુલગર યુએચસી ખાતે 50, લાલપર પીએચસી ખાતે 30, રાજપર સબ સેન્ટર ખાતે 50, રંગપર પીએચસી ખાતે 20, સો ઓરડી અર્બન ખાતે 50, વીસીપરા યુપીએચસી ખાતે 20, માળિયા તાલુકામાં સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 50, વાંકાનેર તાલુકામાં વાંકાનેર પીપી યુનિટ ખાતે 100, વાંકાનેર યુએચસી ખાતે 50, ટંકારા તાલુકામાં લજાઈ પીએચસી ખાતે 50 અને હળવદ તાલુકામાં હળવદ એસડીએચ ખાતે 150 ડોઝ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

 

- text