એલીટ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા 29 – 30 ડિસેમ્બરે એલીટ દર્પણ-2022 વાર્ષિક સમારોહ યોજાશે

- text


મોરબી : મોરબીમાં છેલ્લા 21 વર્ષથી કાર્યરત એલીટ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા આગામી તારીખ 29 અને 30 ડિસેમ્બરના રોજ એલીટ દર્પણ-2022 વાર્ષિક સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના લજાઈ-હડમતીયા રોડ પર લજાઈ ચોકડી પાસે આવેલા એલીટ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા 29 ડિસેમ્બર ને ગુરુવારના રોજ સાંજે 5 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી સ્કૂલ માટેનું એલીટ દર્પણ-2022 વાર્ષિક સમારોહ યોજાશે. જેમાં મહેમાનો અને વાલીઓનું સ્વાગત, ભોજન સમારંભ, મુખ્ય મહેમાનોનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં અધ્યક્ષ સ્થાને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અન્ય રાજકીય મહેમાનો અને અધિકારીઓ હાજરી આપશે. જ્યારે 30 ડિસેમ્બર ને શુક્રવારના રોજ સાંજે 5 થી રાત્રિના 12 વાગ્યા સુધી કોલેજ માટે યોજાનાર આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને સાંસદ મોહનભાઈ કુંડારીયા ઉપસ્થિત રહેશે. સાથે જ અન્ય રાજકીય, સામાજિક અગ્રણીઓ અને અધિકારીઓ હાજરી આપશે.

- text

- text