મોરબી પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં ચોરી કરનારા તસ્કર ગેંગને ઝડપી લેતી એલસીબી ટીમ

- text


23.24 લાખની ચોરીમાં બે ક્રેટા, બે બોલેરો ગાડી સહિત કુલ 43 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લેવાયા

મોરબી : મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં તસ્કરોએ પાણી પુરવઠા બોર્ડની કચેરીને નિશાન બનાવી સબમર્શિબલ મોટર અને કેબલ વાયર સહિત 23.24 લાખની ચોરી કરતા એલસીબી ટીમે ટેક્નિકલ અને હ્યુમનસોર્સની મદદથી પાંચ તસ્કરોને ઝડપી લઈ બે ક્રેટા કાર, બે બોલેરો કાર તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સહિત 43.78 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સાદુળકા ગામે આવેલ ગુજરાત વોટરવર્ક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ગોડાઉનમાંથી ગત તા.14ના રોજ તસ્કરો સબમર્શિબલ પંપ, વાયર સહિત 23 લાખથી વધુની માલમતાની ચોરી કરી જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ચોરીના બનાવમાં તપાસ એલસીબીને સોંપવામાં આવતા એલસીબી ટીમે હ્યુમનસોર્સ તેમજ ટેક્નિકલ ટીમની મદદથી તસ્કરોનું પગેરું દબાવી અઠંગ તસ્કર ગેંગને ચોરીમાં ગયેલ માલમતા ઉપરાંત 43.78 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

વધુમાં એલસીબી ટીમે આ ચોરીના બનાવમાં સુનીલભાઇ મનજીભાઇ સોલંકી રહે. મોરબી, સો-ઓરડી ઉમીયાનગર નર્મદા કારખાનાની બાજુમાં છાપરા વાળા મકાનમાં, પુરારામ ઉર્ફે પંકજભાઇ મગારામ ચૌધરી પટેલ રહે. કાટોલ ગામ તા.સાંચૌર જી.ઝાલોર (રાજસ્થાન), બન્નાલાલ ઉર્ફે વનાભાઇ સોગાજી ભાંભર, રહે. હાલ ચરાવડવા કે,ટી, મીલ, પાવર હાઉસ સામે તા.હળવદ જી.મોરબી મુળ ગામ ડીડવણા દેવનારાયણ મંદિર પાસે તા.આમેઠ જી.રાજસમંદ (રાજસ્થાન), દિનેશભાઇ ઉર્ફે દિનો કેશાભાઇ પરમાર, રહે. ગળપાદર નવી જેલ પાછળ મફતીયાપરા પતરા વાળા મકાનમાં તા.ગાંધીધામ જી.ભુજ (કચ્છ) મુળ ગામ અજાપર તા. અંજાર જી.ભુજ (કચ્છ) અને મગનારામ ઉર્ફે મગન વિરમારામ, રહે. વસ્ત્રાલ સમૃધ્ધગ્રીન સોસાયટી જી. ફલેટ, તનમન ચોકડીની બાજુમાં તા.જી.અમદાવાદ મુળ ગામ પ્રતાપપુરા તા.સાંચૌર જી.ઝાલોર (રાજસ્થાન) વાળાને ઝડપી લીધા હતા.

- text

આ પાંચેય તસ્કરોના કબ્જામાંથી પોલીસે ટેકનો કંપનીની સબમર્શીબલ મોટર નંગ-17 તથા મોટર પંપ નંગ-7 કુલ કી.રૂ. 6,45,159, અલગ અલગ સાઇઝના કેબલ વાયર આશરે 890 કીલોગ્રામ કી.રૂ. 14,08,031, ચોરી કરેલ કેબલ વાયર વેચાણ અંગેના રોકડા રૂપીયા- 2 લાખ, બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ-12-AZ-7260 કિ.રૂ. 4 લાખ, નંબર વગરની નવી બોલેરો પીકઅપ ગાડી કી.રૂ. 7 લાખ, ક્રેટા કાર નંબર-GJ-12-DS-7200 કિ.રૂ. 5 લાખ, કેટા કાર નંબર-GJ-01-RY-8687 કિ.5 લાખ મળી અલગ અલગ કંપનીના કુલ મોબાઇલ ફોન નંગ-6 કી.રૂ. 25.5 મળી કુલ કી.રૂ. 43.78 નો મુદામાલ કબજે કરેલ છ

ઉલ્લેખનીય છે કે,
આરોપીઓ અલગ અલગ શહેરમાં ભાડાથી રૂમ રાખી દિવસ દરમ્યાન જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ બંધ તથા અવાવરૂ સ્થળોની રેકી કરી મોડી રાત્રીના સમયએ વાહનોમાં આવી ગોડાઉન-દુકાનની બારીની ગ્રીન કાઢી તોડી ગોડાઉન, દુકાન માં પ્રવેશ કરી ચોરી કરવાની ટેવ વાળા છે.

આ સફળ કામગીરી એલસીબી પીઆઈ કે.જે.ચૌહાણ,પીએસઆઇ એન.એચ. ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.

- text