મોરબીના જુના ઘુટુ રોડ ઉપર જુગાર રમતા સાત ઝડપાયા

- text


પરપ્રાંતિયોએ જુગારની મહેફિલ માંડતા તાલુકા પોલીસનો દરોડો 

મોરબી : મોરબી તાલુકા પોલીસે જુના ઘુટુ રોડ ઉપર જાહેરમાં જુગારની મહેફિલ માંડનાર સાત પરપ્રાંતીય શખ્સને રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 10,100 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આકૃતિ સીરામીક પાછળ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા ઉદીત નારાયણ પ્રજાપતિ, રામબલી રસપાલ રઇદાસ, આનંદકુમાર નવાબસિંગ કુસ્વાહા, નિતીનકુમાર રામપાલસિંહ સિસોદીયા, નિરજ ભૈયાલાલ પરીહાર, રાજુકુમાર મિશરીલાલ કોરી અને સુજીતકુમાર રમેશકુમાર સોનકરને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,100 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text