ધારાસભ્યની જીતને પગલે આંખે પાટા બાંધી સમર્થક દ્વારા પદયાત્રા કરી માનતા ઉતારી

- text


વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીના જીત માટે માનતા રાખી હતી : પોતાની માનતા ઊતરવા માટે જીતુભાઇના ઘરેથી સમર્થકે લાકડી લઈને ઉઘાડા પગે યાત્રા શરૂ કરી, રસ્તામાં બે ત્રણ વખત રાહ ભટકી ગયા પણ ફરી શ્રદ્ધાથી સીધા માર્ગે ચડી ગયા

વાંકાનેર : વાંકાનેરના ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમણીની જીત થતા તેમના એક સમર્થકે માનેલી માનતા ઉતારવા નીકળી પડ્યા હતા. જો કે આ માનતા ઘણી કઠિન છે. જેમાં સમર્થક આંખે પાટા બાંધીને ઉઘાડા પગે જીતુભાઈના ઘરે વાંકાનેરથી તેમના વતન દેરાળા ગામે કાળીયા ઠાકરના મંદિરે માનતા ઉતારવા નીકળ્યા હતા. જો કે રસ્તામાં બે વખત રાહ ભટકી ગયા હતા પણ કાળીયા ઠાકરમાં અતૂટ શ્રદ્ધા હોવાથી ફરીથી તેમને સીધા માર્ગે ચડાવી દીધા છે.

વાંકાનેરના ભાજપના ઉમેદવાર જીતુભાઇ સોમણની જીત થાય તો અગાઉ તેમના વાંકાનેરના દેરાળા ગામે રહેતા પ્રબળ સમર્થક મયાભાઈ રવજીભાઈએ આંખે પાટા બાંધીને ઉઘાડા પગે ચાલી વાંકાનેરથી કોઈના સહારા વગર તેમના ગામ દેરાળા ગામે આવેલ કાળીયા ઠાકરના મંદિરે પગપાળા જવાની માનતા માની હતી. હવે જીતુ સોમણીની જીત થતા તેઓ ધારાસભ્ય બની ગયા છે. આથી તેમના વાંકાનેરના દેરાળા ગામે રહેતા પ્રબળ સમર્થક મયાભાઈ રવજીભાઈએ માનેલી માનતા ઉતારવા નીકળી પડ્યા છે. આ માનતા પણ ઘણી કઠિન છે. જેમાં મયાભાઈ રવજીભાઈએ આખે પાટો બાંધી ઉઘાડા પગે ચાલીને છેક વાંકાનેરથી દેરાળા ગામે જવાનું છે. આવી હાડ થીજવતી ટાઢમાં લોકો સમગ્ર શરીરને ગરમ વસ્ત્રોથી ઢાંકીને કામ હોય તો ઘરની બહાર નીકળે છે. આ સમર્થક શ્રદ્ધાના બળે આવી કડકડતી ટાઢમાં રસ્તામાં આવતા ખાડા ટેકરા, નાના મોટા પથ્યરો પર ઉઘાડા પગે ચાલીને જઈ રહ્યા છે. તેઓ વાંકાનેર સ્થિત જીતુભાઇ સોમણીના ઘરેથી દેરાળા ગામે કાળીયા ઠાકરના મંદિરે આખે પાટા બાંધીને ઉઘાડા પગે જવા નીકળ્યા હતા. સાથે દસેક લોકો તેમની પાછળ જોડાયા છે. પણ આ કઠિન માનતા એવી છે કે તેઓ પોતાના સહારે જ રસ્તો ચિધવાની કોઈની મદદ લીધા વગર આખે પાટો બાંધી ઉઘાડા પગે ચાલી રહ્યા છે. તેમની સાથે જોડાયેલા લોકોને રસ્તો ચિધવાનો નહિ અને તેઓ અવળા માર્ગે ચાલ્યા જાય કે રસ્તામાં ખાડા ટેકરા આવે તો પણ કઈ કહેવાની મનાઈ છે.

આવી કઠિન યાત્રા છતાં કાળીયા ઠાકરમાં પ્રબળ શ્રદ્ધાના જોરે તેઓ લાકડીના ટેકે રાત દિવસ ચાલી રહ્યા છે. જો કે વચ્ચે તેઓ બે વખત અવળા માર્વે ચડી ગયા હતા. પણ તેમની સાથે જોડાયેલા લોકોએ રસ્તો ચીંધ્યો ન હતો. પણ આ સાથે જોડાયેલા લોકોના કહેવા મુજબ નવલખી તરફ તેઓ અવડા માર્ગે ચડી ગયા બાદ કાળીયા ઠાકરની કૃપા થતા ફરી તેઓ મૂળ માર્ગે ચડી ગયા હતા અને બીજી વખત જાલી ચોકડીએ પણ એક કલાક ગુંચવાયા હતા. પ કાળીયા ઠાકરની દયાથી મૂળ માર્ગે ઉપર ચડી ગયા હતા અને આવી રીતે આકરી માનતા તેઓ પુરી કરશે.

- text

કહેવાય છે શ્રધ્ધા હોય ત્યાં શંકાને લેશમાત્ર સ્થાન નથી હોતું. આજના જેટ યુગમાં ઘણા શિક્ષિત લોકો દેવી દેવતા પ્રત્યેની માનતાઓને અંધશ્રદ્ધા ગણાવે છે. પુરુષાર્થ અને આત્મવિશ્વાસથી આગળ વધવામાં માને છે. પણ હજુ ઘણા લોકો દેવી દેવતા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. તેઓનો દેવી દેવતા પર વિશ્વાસ એટલો મજબૂત હોય છે તેમની તેમની શ્રદ્ધા, બાધાં, આખડી અને માનતા રાખવાથી તેમનું ધાર્યું કામ પાર પડે છે. આવી જ અતૂટ શ્રધ્ધા મયાભાઈ રવજીભાઇ કાળીયા ઠાકર પ્રત્યે ધરાવે છે. એટલે જ લોકોના હિતમાં જીતુભાઈ સોમણી જીતે એ માટે આવી આકરી ટેક લીધી હતી અને કાળીયા ઠાકર પર તેમને પૂરેપૂરી શ્રદ્ધા હોવાથી આ આકરી માનતા પણ તેઓ પાર પાડશે.

- text