મોરબીના મધુપુર નજીક 61 હજારનો દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઇ

- text


એલસીબી ટીમે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગવાયેલ દારૂનો વધુ એક જથ્થો ઝડપી લીધો

મોરબો : 31 ડિસેમ્બરે દારૂની રેલમછેલ રોકવા સજ્જ થયેલ મોરબી એલસીબી પોલીસે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવાયેલ વધુ 61 હજારના દારૂ સાથે મધુપુર નજીકથી ઇકો કાર સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં 31 ડિસેમ્બરમાં દારૂની રેલમછેલ ન થાય તે માટે એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારના કેસો શોધી કાઢવા માટે સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે ઇન્ચાર્જ એલસીબી પીઆઇ કે. જે.ચૌહાણ માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા સ્ટાફના માણસો કાર્યરત હતા તે દરમ્યાન હેડ કોન્સગેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબપ વિક્રમભાઇ કુગશીયાને મળેલ બાતમીને આધારે મધુપુર ગામેથી એક ઇકો ગાડી નંબર GJ-01-KF-1949 વાળીમાં જુદી જુદી બ્રાન્ડની ઇગ્લીશદારૂની બોટલ નંગ-149 કિ.રૂ. 61,530 સહિત કુલ મળી રૂ.1,67,030ના મુદામાલ સાથે મેશભાઇ પોપટભાઇ વાઘાણી, રહે. જસદણ, હરીકૃષ્ણ પાર્ક ઓમકાર સ્કુલની પાછળ આટકોટ બાયપાસ તા ભાવનગર ગારીયાધાર વાળાને ઝડપી લીધો હતો

- text

વધુમાં એલસીબી પોલીસે આરોપીના કબ્જામાંથી ગ્રીન લેબલ વ્હીસ્કીની બોટલ નંગ-54 કિ.રૂ. 18,360, સિગ્નેચર વ્હીસ્કીની બોટલ નંગ-24 કિ.રૂ.19,680, બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની બોટલ નંગ-12 કિ.રૂ. 10,200, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બોટલ નંગ-12 કિ.રૂ. 6240 અને 8 PM વ્હીસ્કીની બોટલ નંગ-47 કિ.રૂ. 7050 મળી કુલ રૂ. 61,530 તેમજ ઇકો કારના નંબર GJ-01-KF-1949 કિ.રૂ. 1લાખ તેમજ મોબાઇલ નંગ-2 કિ.રૂ.5500 સહીત કુલ.કિ.રૂ. 1,67,030 નો મુદામાલ કબ્જે કરેલ હતો. બીજી તરફ આરોપી ગોપાલ ગોરધનભાઇ કોળી રહે. મધુપુર તા.મોરબી વાળો ફરાર થઇ જતા પોલીસે બન્ને આરોપીઓ વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text