મોરબીના યુવાનને ભારતના બેસ્ટ ટેકનોલોજી બિઝનેસ ઈન્ક્યુલેટર દ્વારા એવોર્ડ મળ્યો 

- text


મોરબી: i creat (international center for entrepreneurship and technology) જેને ભારતના બેસ્ટ ટેકનોલોજી બિઝનેસ ઈન્ક્યુલેટરનો એવોર્ડ મળેલો છે. આ એવોર્ડ દ્વારા મોરબીના યુવાન કલોલા મિત ગોવિંદભાઇને સન્માનિત કરવામાં આવતા યુવાને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે..

મહત્વનું છે કે, i creat દ્વારા સમગ્ર ભારતમાંથી ઇલેક્ટ્રીક વ્હીકલની ટોપ સ્ટાર્ટઅપ કંપનીઓ શોધવા માટે આ વર્ષે evangelise- 22 નામની સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. જેમાં ભારતભરમાંથી 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 1160 અરજી આવી હતી. તેમાંથી 40 સ્ટાર્ટઅપ્સને નવેમ્બર મહિનાના પાંચ દિવસ i creat અમદાવાદ ખાતે બુટ કેમ્પમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમાંથી સ્ક્રિનિંગ કરીને ફાનાઇલ માટે 18 સ્ટાર્ટઅપની પસંદગી કરવામાં આવી હતી. 18 થી 20 ડિસેમ્બર સુધી આ સ્ટાર્ટ અપને આમંત્રિત કરાયા હતા અને સ્ટાર્ટઅપ દ્વારા ઇન્ડસ્ટ્રી અને સરકારના ટોપ પોસ્ટ પર રહેલા વ્યક્તિઓ સામે પોતાની પ્રોડક્ટ રજૂ કરવાની હતી અને ઉપરાંત તજજ્ઞો દ્વારા પૂછવામાં આવતા સવાલોના જવાબ આપવાના હતા. આ નિર્ણાયકો દ્વારા આપવામાં આવેલા નિર્ણયના આધારે TRL{4 અને TRL}4 એમ બે કેટેગરીમાં ત્રણ ત્રણ નંબર આપવામાં આવ્યા હતા. જેમાં મોરબીના યુવાન કલોલા મિત ગોવિંદભાઇનું સ્ટાર્ટ અપ વિજિગી એનર્જીને TRL{4 કેટેગરીમાં બીજો નંબર મળ્યો છે. જે બદલ તેઓને એક ટ્રોફી અને 7.5 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે વિજિગી એનર્જીએ જીરો એમીસન વ્હીકલ્સના કંટ્રોલ માટે ઇન્ટીગ્રેટેડ સોફ્ટવેર તૈયાર કર્યું છે. જેના લીધે વાહનોની કોમ્પ્લેસિટી ઓછી થાય, સેફટી અને એફિશિયન્સી વધે અને વાહનોનો ડેવલપમેન્ટ કોસ્ટ ઘટે છે.

- text

- text