ટંકારા વકીલ મંડળના પ્રમુખ-ઉપ્રમુખ સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

- text


ટંકારાઃ ટંકારા વકીલ મંડળના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની પસંદગી માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઈલેક્શનના બદલે સિલેક્શન એટલે કે ચૂંટણી વિના જ સર્વાનુમતે પ્રમુખ-ઉપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

ટંકારા વકીલ મંડળના પ્રમુખ તરીકે એડવોકેટ અલ્પેશભાઈ દલસાણીયા, ઉપપ્રમુખ તરીકે એડવોકેટ રાહુલ ડી. ડાંગર સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કવરામાં આવી હતી. બાર એસોસિએશનના હોદ્દેદારોને ઈલેકશનને બદલે સિલેકશનથી નિમવા માટે નિર્ણય કર્યો હતો. બાદમાં તે પ્રમાણે જ સેક્રેટરી તરીકે મુકેશભાઈ બારૈયા તેમજ અમિતભાઈ પી. જાનીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે અલ્પેશભાઈ દલસાણીયા પ્રથમ વખત પ્રમુખ પદે નિયુક્ત થયા છે. તેમજ ઉપ પ્રમુખ તરીકે રાહુલ ડી. ડાંગર પ્રથમ વખત ઉપ પ્રમુખ પદે નિયુક્ત થયા છે. બારના 31 સભ્યો છે જેમાંથી આ વખતે 29 સભ્યો હાજર રહ્યા હતા. દર વખતે ચૂંટણી વગર સર્વ સમંતિ સાધી હોદેદાર નિયુકત કરવાની ચાલુ કરેલી પ્રણાલી આ વખતે પણ જાળવી રાખી હતી.

- text

- text