રવિવારે લાતી પ્લોટમાં લીમડાવાળા મામાદેવના મંદિરે ભવ્ય ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાશે

- text


મોરબીઃ મોરબીના પટેલ ટ્રાન્સપોર્ટપાસેના મુનનગર ખાતેના 6-લાતી પ્લોટ ખાતે આવેલા લીમડાવાળા મામાદેવના મંદિરે આવતીકાલે રવિવારે ભવ્ય ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાશે.

લાતી પ્લોટના લીમડાવાળા મામાદેવ મંદિરે પીર ડાડાના સાનિધ્યમાં આવતીકાલે તારીખ 18 ડિસેમ્બર ને રવિવારના રોજ રાત્રે 10 કલાકે ભવ્ય ડાક ડમરૂનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ ડાક ડમરૂના કાર્યક્રમમાં કાથળભાઈ રાવળદેવ (મોટી મેંગણીવાળા) અને મિલનભાઈ રાવળદેવ (મોટી મેંગણીવાળા) ડાક ડમરૂની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં વિવિધ મંદિરના ભુવાશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે. તો આ કાર્યક્રમમાં હાજરી આપવા મોરબીની તમામ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મહત્વનું છે કે, લીમડાવાળા મામાદેવના મંદિરે દર ગુરુવારે સાંજે 7-30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે તો આ મહાપ્રસાદનો લ્હાવો લેવા પણ સર્વેને જણાવાયું છે.

- text


મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર…

લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો..

https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL

- text