મોરબીના ઉંચી માંડલ નજીક ડમ્પર હડફેટે માસૂમ બાળકીનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના રંગપર બેલા ગામની સીમમાં ફેકટરીમાં કામ કરતા શ્રમિકની ત્રણ વર્ષની બાળકીને ઉંચી માંડલથી તળાવિયા શનાળા ગામ વચ્ચે ડમ્પર ચાલકે હડફેટે લેતા બાળકીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રંગપર બેલા ગામની સીમમાં શિવમ ઇન્ડસ્ટ્રીઝ ફેકટરીમાં કામ કરતા વિમળાબેન સંતુકુમાર પાવ નામના શ્રમિક મહિલાની ત્રણ વર્ષની બાળકી બીનાક્ષીને ઉંચી માંડલથી તળાવિયા શનાળા ગામ વચ્ચે ડમ્પર નંબર જીજે – 03 – ડબ્લ્યુ – 8903ના ચાલકે હડફેટે લેતા બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા કરુણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text