હળવદના નવા દેવળીયા ગામે રસ્તો ઓળંગતા વૃદ્ધને એસટી બસે હડફેટે લેતા મોત

- text


હળવદ : હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને એસટી બસના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રામભાઈ જીવીદાસભાઈ પટેલ ઉ.65 નામના વૃદ્ધ રસ્તો ઓળંગતા હતા ત્યારે એસટી બસ નમ્બર જીજે – 18 – ઝેડ – 8301ના ચાલકે હડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર વંદનકુમાર રામભાઈ બાવળિયાએ બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text