ભાઈની દીકરી વિશે ખરાબ બોલનારને ઠપકો આપવા જતા યુવાનને ઈટો ફટકારી

- text


વાંકાનેર આરોગ્યનગર ચોકમાં બનેલ બનાવ 

વાંકાનેર : વાંકાનેર શહેરના આરોગ્ય નગરમાં રહેતા યુવાને પોતાના ભાઈની દીકરી વિશે ખરાબ વાતો કરતા શખ્સને ટપારતા આ શખ્સે ઉશ્કેરાઈ જઈ ઇટના ઘા ઝીકતા ઇજાઓ પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના આરોગ્ય નગરમાં રહેતા સંજયભાઈ જીવણભાઈ વિરાણીના ભાઈની દીકરી વિશે આરોપી જીગ્નેશ ભયલાલભાઈ પતરિયા વાતો કરતો હોય જેથી સંજયભાઈએ ઠપકો આપતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી જીગ્નેશ ભયલાલભાઈ પતરિયાએ સંજયભાઈને ગાળો આપી માથામાં તેમજ વાંસાના ભાગે ઇટના ઘા ઝીકતા ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text