મોરબીના નાની વાવડી રોડ ઉપર અજાણી કારે બે વાહનોને હડફેટે લીધા, એક ઇજાગ્રસ્ત

- text


મોરબી : મોરબીના નાની વાવડી રોડ ઉપર સ્વામી નારાયણ મંદિર નજીક અજાણ્યા ફોર વ્હીલ ચાલકે પુર ઝડપે વાહન હંકારી બે મોટર સાયકલને હડફેટે લેતા એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાની વાવડી રોડ ઉપર સ્વામી નારાયણ મંદિર નજીક એક અજાણી કારના ચાલકે ઇલેક્ટ્રિક બાઈક લઈને મોરબી તરફ જતા કિરીટભાઈ નાથુભાઈ ચાવડાને ઠોકર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી સાથે જ અન્ય એક બાઇકને પણ આ કાર ચાલકે ઠોકર મારી નાસી જતા અકસ્માતના આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text