મોરબીના વરિયાનગરમાંથી મોંઘી શરાબની 16 બોટલ સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે વરિયાનગરમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની મોંઘી દાટ 16 બોટલ સાથે બે શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે વરિયાનગરમાં રહેતા સંદીપ બેચરભાઈ ચાઉના મકાનમાં દરોડો પાડી આરોપી સંદીપ બેચરભાઈ ચાઉ અને અશોક દલાભાઈ રાઠોડને હન્ડ્રેડ પાઈપર બ્રાન્ડ વિદેશી દારૂની 16 બોટલ કિંમત રૂપિયા 20,400 સાથે ઝડપી લઈ બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text