લજાઈ બસસ્ટેન્ડ પાસે ઉભેલા આધેડ ઉપર કાર કાળ બનીને ત્રાટકી

- text


ફોક્સ વેગન કારના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર લજાઈ ગામના બસસ્ટેન્ડ પાસે રોડની સાઈડમાં ઉભેલા આધેડને ફોક્સ વેગન કારના ચાલકે હડફેટે લઈ બાવળની ઝાળીમા ફંગોળી દેતા ગંભીર ઇજાઓ પહોંચતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા કમલેશભાઈ દેવજીભાઈ મકવાણા નામના આધેડ ગઈકાલે લજાઈ બસસ્ટેન્ડ નજીક રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે ફોક્સ વેગન કાર નંબર જીજે – 36 – એસી – 9779ના ચાલકે કમલેશભાઈને હડફેટે લઈ બાવળની ઝાડીમાં ફંગોળી દેતા કમલેશભાઈને ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક કમલેશભાઈના પુત્ર સાગરભાઈએ ટંકારા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text