હળવદ બેઠક ઉપર હાર બાદ કોંગ્રેસના છત્રસિંહે શુ પ્રતિક્રિયા આપી..? વાંચો..

- text


કોંગ્રેસના ઉમેદવારે હારથી નાસીપાસ થયા વગર પ્રજાના કામ માટે લડતા રહેવા ખાતરી આપી 

હળવદ : હળવદ – ધ્રાંગધ્રા બેઠકના ચૂંટણીજંગમાં કોંગ્રેસના ઉમેદવાર પપ્પુભાઈ ઠાકોર એટલે કે છત્રસિંહ ગુંજારીયાની હાર થવા છતાં આજે તેઓએ ખેલદિલી પૂર્વક હારને સ્વીકારતા મતદારો અને કોંગ્રેસના કાર્યકરોને ધરપત આપતા જણાવ્યું હતું કે લોકશાહીમાં હારજીત ચાલ્યા કરે તેનાથી હતાશ ન થવાય તેમ જણાવી પ્રજાના કામ માટે તેઓ સદાય દોડતા રહેશે તેવી ખાતરી આપી હતી.

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને જોડતી હળવદ- ધ્રાંગધ્રા બેઠક ઉપર ભાજપના ઝંઝાવાત સામે ચૂંટણી લડનાર પપ્પુભાઈ ઠાકોર એટલે કે છત્રસિંહ ગુંજારીયા મેદાનમાં ઉતરતા ભાજપ દ્વારા અહીં જીત મેળવવા ઉદ્યોગપતિઓની ફૌજ સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના દિગ્ગ્જ્જોને ચૂંટણીપ્રચારમાં ઉતાર્યા હતા આમ છતાં કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ગુંજરિયાને 69871 મત મળ્યા હતા. જો કે તેમની હાર થવા છતાં તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

વધુમાં કોંગ્રેસના ઉમેદવાર પપ્પુભાઈ ઠાકોર એટલે કે છત્રસિંહ ગુંજારીયાએ પરાજયથી પરેશાન થયા વગર મતદારો અને કોંગ્રેસના કાર્યકરોને જણાવ્યું હતું કે તેઓને હાર કે જીતથી કોઈ ફેર પડતો નથી આ પરાજયથી જરાય હતાશ થવાને બદલે જનતા જનાર્દનના કામ માટે તેઓ પહેલાની જેમ જ લડતા રહેશે તેવું ભાર પૂર્વક જણાવી ફરીને તમામ મતદારોનો આભાર માન્યો હતો.

- text