ટંકારાના છત્તર ગામે દાદાના પૈસા વાપરવા મામલે કાકાનો ભત્રીજા પર હુમલો

- text


ટંકારા : ટંકારાના છત્તર ગામે દાદાના પૈસા કાકા વાપરતા હોય એ બાબતે ભત્રીજાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા કાકાએ ભત્રીજા ઉપર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ભત્રીજાએ કાકા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી ભરતભાઇ મોહનભાઇ સારેસા (ઉ.વ.૪૨ ધંધો. કડીયાકામ રહે.છતર તા.ટંકારા જી.મોરબી)એ તેના કાકા દેવજીભાઇ લાલજીભાઇ સારેસા (રહે. છતર તા.ટંકારા જી.મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩ના રોજ બપોરના અઢી ત્રણ વાગ્યાના અરસામા છત્તર ગામે ઝાપા પાસે આરોપી ફરીયાદીના સગા કાકા થતા હોય અને ફરિયાદીએ પોતાના દાદાના પૈસા આરોપી વાપરતા હોય અને નામ ફરીયાદીનુ આપતા હોય જે બાબતે ફરીયાદી સમજાવા જતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇ જેમ ફાવે તેમ ગાળો આપી લાકડાના ધોકા વડે ડાબા હાથની કોણીના ભાગે મારતા ફેક્ચર જેવી ઇજા કરી હતી.

- text

- text