હળવદ નજીક વાડીએથી મશીનનો પટૉ લઈ જવા મામલે વૃદ્ધ ઉપર હુમલો

- text


હળવદ : હળવદ નજીક વાડીએથી મશીનનો પટૉ લઈ જવા મામલે વૃદ્ધ ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી હરજીભાઇ ત્રીકમભાઇ ચૌહાણ (ઉ.વ.૬૫ ધંધો ખેતી રહે ટીકર (રણ) ગામ તા- હળવદ)એ આરોપી જસમતભાઇ દેવજીભાઇ એરવાડીયા, ભાવેશભાઇ જયંતીભાઇ એરવાડીયા (રહે બંને ટીકર(રણ) તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૭ના રોજ દશેક વાગ્યાના અરસામાં ઇંગરોળા ગામની સીમમાં વાડીના રસ્તે ટીકર ખાતે ફરીયાદી તેની વાડીએથી મશીનનો પટો લઇને જતા હતા. ત્યારે આરોપીએ ફરીયાદીને ઢીકાપાટુનો મુઢમાર મારી બંનેએ ગાળો આપી જાનથી મારી નાખાવની ધમકી આપી હતી.

- text

- text