કાંતિલાલને ગાંધીનગર દક્ષિણ અને પ્રકાશભાઈ વરમોરાને કલોલ બેઠકની ચૂંટણીની જવાબદારી 

- text


મોરબી : વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થતા જ ભાજપ દ્વારા મોરબી માળીયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયાને ગાંધીનગર દક્ષિણ બેઠક અને ધ્રાંગધ્રા બેઠકના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાને કલોલ બેઠકની જવાબદારી સોપવામાં આવી છે.

પ્રથમ તબક્કામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થતા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવેલા ભાજપના ઉમેદવારોને બીજા તબક્કાના ચૂંટણી જંગમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જે અંતર્ગત મોરબી -માળીયા બેઠક ઉપરથી ચૂંટણી મેદાનમાં ઉતરનાર કાંતિલાલ અમૃતીયાને ભાજપ દ્વારા ગાંધીનગર દક્ષિણ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે, એ જ રીતે ધ્રાંગધ્રા બેઠક ઉપર ચૂંટણી લડી રહેલા પ્રકાશભાઈ વરમોરાને કલોલ બેઠક ઉપર કાર્યકર્તાઓની ફૌજ સાથે પ્રચાર કાર્યમાં લાગી જવા ભાજપ દ્વારા આદેશ કરાયો હોવાનું જાણવા મળે છે.

- text

- text