મોરબીમાં દેશી પિસ્તોલ અને કારતુસ સાથે એકને ઝડપી લેતી એસઓજી

- text


ખાખરેચી દરવાજા વિસ્તારમાં એસઓજીનું ઓપરેશમ

મોરબી : મોરબી એસઓજી ટીમે શહેરના ખાખરેચી દરવાજા વિસ્તારમાં બાતમીને આધારે દરોડો પાડી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને બે કારતુસ સાથે ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ પોલીસ ટીમને મળેલી બાતમીને આધારે શહેરના ખાખરેચી દરવાજા વિસ્તારમાં દરોડો પાડી આરોપી મકબુલ ઇસ્માઇલભાઈ મનસુરીને દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ 1 કિંમત રૂપિયા 10 હજાર તેમજ કારતુસ નંગ 2 કિંમત રૂપિયા 200 સહિત કુલ રૂ.10,200ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધાવ્યો હતો.

આ સફળ કામગીરી ઇન્ચાર્જ એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઇ એમ.એસ.અંસારી, કે.આર.કેસરિયા, એએસઆઇ રણજીતભાઇ બાવડા, હેડ કોન્સ્ટેબલ રસિકભાઈ કડીવાર, સબળસિંહ સોલંકી, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર, મુકેશભાઈ જોગરાજીયા, કોન્સ્ટેબલ સતિષભાઈ ગરચર, આસિફભાઇ રાઉમાં, ભાવેશભાઈ મિયાત્રા, કમલેશભાઈ ખાંભલિયા, અંકુરભાઈ ચાચુ તેમજ અશ્વિનભાઈ લોખીલ સહિતના સ્ટાફે કરી હતી.

- text

- text