વાંકાનેરના ગારીયા ગામે 24 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


બે સગાભાઈઓએ દારૂનો વેપલો શરૂ કરતા પોલીસની કાર્યવાહી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના યજ્ઞપુરૂષનગર એટલે કે ગારીયા ગામે બે સગા ભાઈઓ વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની બાતમીને આધારે પોલીસે રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 24 બોટલ કબ્જે કરી એક આરોપીને ઝડપી લઈ બીજાને ફરાર જાહેર કર્યો હતો.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના યજ્ઞપુરૂષનગર ગામે રહેતા વિવેક મંછારામભાઈ ગોંડલીયા અને વિશાલ મંછારામભાઈ ગોંડલીયા નામના બે ભાઈઓ વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડતા રૂપિયા 9000ની કિંમતનો મેકડોવેલ નંબર વન દારૂની 24 બોટલ મળી આવી હતી. જેને પગલે પોલીસે આરોપી વિવેકને ઝડપી લીધો હતો જ્યારે વિશાલ હાજર નહિ મળી આવતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text