મોરબી જિલ્લાના 906 બુથ ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ 

- text


સવારે મોકપોલ બાદ મતદાન શરૂ થતા જ મતદારો ઉમટ્યા 

મોરબી : મોરબી જિલ્લાના 906 બુથ ઉપર આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 6:30 વાગ્યાના અરસામા મોકપોલ થયા બાદ સવારે 8 વાગ્યાથી જ મતદારો મતદાન કરવા ઉમટ્યા છે.

મોરબી જિલ્લાની મોરબી-માળિયા, ટંકારા-પડધરી અને વાંકાનેર આ ત્રણ બેઠકોની વિધાનસભાની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા યોજવામાં આવી રહી છે. તમામ બુથ પર આજે સવારે 8 વાગ્યાથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન શરૂ થઈ ગયું છે.

ત્રણેય બેઠકના 35 ઉમેદવારોના ભાવિના ફેસલા માટે આજે કુલ 8,17,761 મતદારો લોકશાહીનું પર્વ ઉજવી રહ્યા છે. આજે સવારથી જ મતદાન મથકો ઉપર મતદારો ભારે ઉત્સાહ સાથે ઉમટી રહ્યા છે.

- text

- text