મોરબીમાં મતદાન શરૂ થતાની સાથે જ બુથ ઉપર મતદારોએ લગાવી લાઈનો

- text


લોકશાહીનું પર્વ ઉજવવા લોકોમાં અદમ્ય ઉત્સાહ, ઘણા મતદારો 7-30 વાગ્યાથી મતદાન બુથ પર પહોંચી ગયા, અનેક મતદારો સવારે ઉઠીને તરત જ મતદાનની પવિત્ર ફરજ અદા કરી પછી રૂટિન કામધંધે ગયા

મોરબી : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર અધિકારીઓ દ્વારા મોકપોલ બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થયું હતું.જો કે દેશની લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાનનું મહાપર્વ ઉજવવામાં મોટી સંખ્યામાં મતદારોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. દરેક બુથ ઉપર સવારે 7-30 સુધીમાં યુવાનો, વૃદ્ધો અને મહિલાઓ મતદાન કરવા પહોંચી ગયા હતા. ઘણા લોકોએ સવારે વહેલા ઉઠીને પહેલા મતદાનની પવિત્ર ફરજ અદા કર્યા બાદ જ રૂટિન દિનચર્યામાં કામે લાગ્યા હતા.

આજે લોકોશાહીનું મહાપર્વ ઉજવવાની ઘડી આવી પહોંચી હોય આદર્શ નાગરિકની ફરજ બજાવવા માટે મતદાન શરૃ થાય એ પહેલાં ઘણા લોકો મતદાન મથકે કતારો લગાવી હતી. આજે ઘણા લોકોએ સવારે વહેલા ઉઠી પૂજા પાઠ કર્યા બાદ નાસ્તો કે અન્ય રૂટિન કાર્ય કર્યા વગર મતદાનની પવિત્ર ફરજ અદા કરવા મતદાન મથકે પહોંચી ગયા હતા. જે રીતે સવારથી દરેક મતદાન બુથ ઉપર મતદારોની કતારો જોતા લોકોમાં દેશની લોકશાહીને મજબૂત બનાવવા માટે તેમનો મત કેટલો કિંમતી છે તેનું મૂલ્ય લોકો બરાબર સમજે છે. વૃદ્ધો, મહિલાઓ, વિકલાંગ , યુવાઓ તેમજ ઘણા મતદારોએ આજે સવારે પહેલા મતદાન કરીને પછી જ રૂટિન કામધંધામાં જોડાયા હતા. અનેક લોકો તો સાત વાગ્યે જ મતદાન મથકે પહોંચી ગયા હતા અને ગૃહિણીઓ સહિતના ઘણા લોકોએ પહેલા મતદાન કરીને પછી જ ચા-પાણી, નાસ્તો અને ગૃહકાર્યમાં જોડાયા હતા.

પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો, અનેક ચૂંટણીઓ મતદાન કરનાર વયોવૃદ્ધ અને મહિલાઓ જણાવ્યું હતું કે, પુલ દુર્ઘટનાને લઈને હજુ આઘાતની કળ વળી નથી. પણ દેશની લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન કરવું એ અમારી પવિત્ર અને આદર્શ નાગરિક તરીકેની ફરજ છે. કોઈપણ પક્ષાપક્ષીથી ઉપર ઉઠી દેશની ઉંન્નતી અને સારા ઉમેદવાર ચૂંટાઈ એ ધ્યાને લઈને અને દેશહિતને ધ્યાને રાખીને મતદાન કર્યું છે.મહિલાઓએ કહ્યું હતું, હવે મતદારો ઘણા જાગૃત છે. એટલે માત્ર લોકશાહી તંદુરસ્ત બને એ બાબત ધ્યાને લઈને મતદાન કર્યું છે. મહિલાઓ સવારે ઉઠીને તરત જ મતદાન મથકે પહોંચી મતદાન મર્યા બાદ હવે ચા-નાસ્તો અને ગુહકાર્ય કરીશું. જ્યારે દરેક ક્ષેત્રે કામધધા કરતા લોકોએ કહ્યું છે કે, મતદાનની પવિત્ર ફરજ પહેલા પછી જ કામ આવે છે અને વૃદ્ધો પણ અદમ્ય ઉત્સાહ સાથે લોકશાહી પર્વ ઉજવ્યું હતું.

- text

- text