93 વર્ષના કરમશીદાદા અને 90 વર્ષના ચંપાબાએ બુથ ઉપર જઈ પરિવાર સાથે મતદાન કર્યું

- text


મોરબી : મોરબીમાં આજે લોકશાહીનું પર્વ ઉજવવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટેકણ લાકડીએ ચાલતા અને અશક્ત વૃદ્ધો વહેલી સવારે ચાલીને મતદાન મથકે પહોંચી ગયા હતા. જેમાં કરમશીભાઈ રુગનાથભાઈ દેત્રોજા (ઉ.વ. 93) અને તેમના પત્ની ચંપાબેન કરમશી ભાઈ દેત્રોજા (ઉ.વ.90) વૃદ્ધત્વને કોરણે મૂકી લોકશાહીનું પર્વ ઉજવવા તેમના પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી.આ વૃદ્ધ દંપતીને લોકોશહીમાં સંપૂર્ણ વિકાસ હોવાથી દરેક ચૂંટણીમાં મતદાનની ફરજ નિભાવે છે અને આજે પણ મતદાન કરીને દરેક નાગરિકને મતદાન કરવાનો મેસેજ આપ્યો હતો.

- text

- text