ટંકારાના હરિપર ગામે નયનાબેને માંડવાના દિવસે મતદાન કર્યું

- text


ટંકારા : ટંકારા તાલુકાના હરીપર ગામે આજે કન્યાએ પોતાના માંડવા પ્રસંગે મતદાન કરી ફરજ અદા કરી છે. હરીપર ગામના નયનાબેન મનસુખભાઈ ચૌધરીના લગ્ન લેવાયા છે અને આવતીકાલે મંગલફેરા છે ત્યારે આ કોડભરી કન્યાએ આજે મહેંદી ભર્યા હાથે પોતાના માંડવાના દિવસે મતદાન મથક પર જઈ મતદાન કર્યું હતું અને તમામ નાગરિકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.

- text

- text