મોરબીના ભરતનગર-1 બૂથમાં 80 ટકા મતદાન

- text


બપોરે ત્રણ વાગ્યા સુધીમાં મોરબી – માળીયા બેઠકના 10 મતદાન મથકોમાં 70 ટકાથી વધુ મતદાન કરતા મતદાતા

મોરબી : મોરબી – માળીયા બેઠક ઉપર સવારથી મતદારો કચકચાવીને મતદાન કરી રહ્યા છે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં દસ મતદાન મથકોમાં મતદારોએ 70થી 80 ટકા જેટલું ઉંચુ મતદાન કર્યું છે.

મોરબી જિલ્લા ચૂંટણી તંત્રના સત્તાવાર આંકડા મુજબ મોરબી માળીયા બેઠક હેઠળ આવતા ભરતનગર-1 બૂથમાં 80.03, ભરતનગર-2 મતદાન મથકમાં 76.88, જેતપર-3 બુથમાં 75.81, જેતપર-2માં 73.91, કેશવનગર ( જીવાપર) 72.93, મહેન્દ્રનગર-6માં 72.28, જેતપર -1માં 70.79, ચકમપર -2માં 70.77, શક્તિનગર ( રવાપર નદી) 70.42 અને મોરબી -88 એટલે કે નિર્મલ વિદ્યાલય કેનાલ રોડ બુથમાં 70.13 ટકા મતદાન બપોરે ત્રણ વાગ્યા સુધીમાં નોંધાયું છે.

- text

- text