મોરબી જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 38.61 ટકા મતદાન

- text


મોરબી : મોરબી જિલ્લામાં વિધાનસભા ચૂંટણીના મતદાનને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં સરેરાશ 38.61 ટકા મતદાન થયું છે. ચૂંટણી તંત્ર દ્વારા સવારે 8થી 1 વાગ્યા દરમિયાન થયેલા મતદાનની સત્તાવાર જાહેર કરેલી ટકાવારી મુજબ મોરબી – માળીયા બેઠક પર 36.23 ટકા મતદાન થયું છે. જેમાં પુરુષોનું 40.91 ટકા, સ્ત્રીનું 31.19 ટકા મતદાન થયું છે. ટંકારા – પડધરી બેઠક પર 40.81 ટકા મતદાન થયું છે. જેમાં પુરુષનું 46.72 ટકા અને સ્ત્રીનું 34.56 ટકા મતદાન થયું છે. વાંકાનેર – કુવાડવા બેઠક પર 39.10 ટકા મતદાન થયું છે. જેમાં પુરુષનું 43.57 ટકા અને સ્ત્રીનું 34.32 ટકા મતદાન થયું છે. સાંજ સુધીમાં હજુ પણ મતદાન વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.

- text

- text